ગેસ વિવાદમાં રિલાયન્સ-BPને $2.81 બિલિયનની ડિમાન્ડ નોટિસ
ગેસ વિવાદમાં રિલાયન્સ-BPને $2.81 બિલિયનની ડિમાન્ડ નોટિસ
Blog Article
ભારતના ઓઇલ મંત્રાલયે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદાર BP પાસેથી એક ગેસ વિવાદમાં 2.8 બિલિયન ડોલરની ડિમાન્ડ નોટિસ આપી હતી. આ બંને કંપનીઓ હાલમાં આંધ્રપ્રદેશમાં આવેલા ક્રૂડ ઓઇલ એન્ડ ગેસ KG-D6 બ્લોકનું સંચાલન કરે છે. અગાઉ દિલ્હી હાઇકોર્ટે દાયકા જૂના ગેસ વિવાદમાં સરકારના દાવાને બહાલી આપી હતી.
આ કેસ 2014નો છે. તે સમયે સરકાર માલિકીની ઓએનજીસીએ આરોપ મૂક્યો હતો કે RIL-BP તેના IG અને KG-D6 બ્લોકના ગેસનો ઉપયોગ કરીને અયોગ્ય ફાયદો ઉઠાવ્યો હતો.ઓએનજીસીનો આ બ્લોક પણ KG-DWN-98/2 બ્લોકની નજીક છે. આ પછી મંત્રાલયે રિલાયન્સ બીપી પાસેથી 1.6 બિલિયન ડોલરની ડિમાન્ડ કરી હતી અને બંને કંપનીઓ પર અયોગ્ય ફાયદો લેવાનો આરોપ મૂક્યો હતો.
આ પછી રિલાયન્સના કોન્સોર્ટિયમમે સરકારના દાવા સામે લવાદ કાર્યવાહી ચાલું કરી હતી. આર્બિટ્રેશનલ પેનલે અયોગ્ય ફાયદાનો આરોપ ફગાવી દીધો હતો અને સરકાર તેની સામે દિલ્હી હાઇકોર્ટમાં ગઈ હતી. ગયા મહિને હાઇકોર્ટે RIL-BPની તરફેણમાં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના ચુકાદાને ફગાવી દીધો હતો. જોકે રિલાયન્સ કોન્સોર્ટિયમમે આ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.